ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ લગભગ શરૂ થઈ ગયું છે. બંને દેશો એકબીજાને પડકાર આપી રહ્યા છે. ઈરાને ઈઝરાયલના હુમલાનો બદલો લીધો અને તેલ અવીવ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. તે જ સમયે, ઈઝરાયલી હુમલામાં અનેક લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકોના મોત તેમજ અનેક લશ્કરી ઠેકાણાઓને થયેલા નુકસાન પર ઈરાન ગુસ્સે છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીએ ઈરાનનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે.
ખામેનીએ કહ્યું, “હુમલા પછી ઈઝરાયલે એવું ન વિચારવું જાઈએ કે તે સમાપ્ત થઈ ગયું છે. તેમણે જ યુદ્ધ શરૂ કર્યું છે. અમે તેમને આ મોટા ગુનાથી બચવા દઈશું નહીં, “ઈરાનના સરકારી ટીવી પર પ્રસારિત થયેલા પૂર્વ-રેકોર્ડેડ સંદેશમાં ખામેનીએ ચેતવણી આપી હતી. ખામેનીએ કહ્યું, “આ
આભાર – નિહારીકા રવિયા ગુનાથી, ઈઝરાયલે પોતાને કડવા અને પીડાદાયક ભાગ્ય માટે તૈયાર કરી લીધા છે અને તેને ચોક્કસપણે તેનો સામનો કરવો પડશે.”
ખામેનીએ કહ્યું કે ઈરાન સામેના આ ગુનામાં ઈઝરાયલના હાથ લોહીથી રંગાયેલા છે. ખામેનીએ પ્રતિજ્ઞા લીધી હતી કે તેહરાન તેલ અવીવને “નાશ” કરી દેશે. ખામેનીએ પહેલા, ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પણ ઈરાની શાસનને ચેતવણી આપી હતી. નેતન્યાહૂએ ઈરાનના લોકોને અપીલ કરી હતી કે તેઓ છેલ્લા ૫૦ વર્ષથી આ દમનકારી શાસનથી પીડાઈ રહ્યા છે. ઈઝરાયલ તેમના માટે સ્વતંત્રતા મેળવવાનો માર્ગ બનાવી રહ્યું છે. નેતન્યાહૂએ સ્પષ્ટપણે કહ્યું કે ઈઝરાયલ ઈરાન સામે લશ્કરી અભિયાન ચાલુ રાખશે.
તમને જણાવી દઈએ કે ઇઝરાયલે ડ્રોન અને મિસાઇલોથી ઇરાનના પરમાણુ અને લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ઘણા લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકો મૃત્યુ પામ્યા હતા. આનાથી ગુસ્સે ભરાયેલા ઇરાને પણ ડ્રોન અને બેલિસ્ટિક મિસાઇલોથી ઇઝરાયલ પર હુમલો કર્યો હતો. ઇરાની સેનાએ ઇઝરાયલ સામેના તેના અભિયાનને ‘ગંભીર સજા’ નામ આપ્યું છે. ઇઝરાયલે તેના અભિયાનને ઓપરેશન રાઇઝિંગ લાયન નામ આપ્યું છે.