સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં ઓબીસી માટે ૪૨ ટકા અનામતની માંગ કરતી તેલંગાણા સરકારની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. અગાઉ, તેલંગાણા હાઈકોર્ટે પણ રાજ્ય સરકારના નિર્ણય પર વચગાળાનો સ્ટે લગાવ્યો હતો. તેલંગાણા સરકારે હાઈકોર્ટના વચગાળાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. જા કે, હવે સુપ્રીમ કોર્ટે પણ નિરાશા વ્યક્ત કરી છે, અરજી ફગાવી દીધી છે.
રાજ્ય સરકારની ખાસ અરજીને ફગાવી દેતા, ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટતા કરી કે હાઈકોર્ટે યોગ્યતા પર નિર્ણય લેવો જાઈએ અને રાજ્ય સરકારની અરજીને ફગાવી દેવાથી પ્રભાવિત ન થવું જાઈએ. સુનાવણી દરમિયાન, ન્યાયાધીશ વિક્રમ નાથે રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરતા વરિષ્ઠ વકીલ ડા. અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે ચૂંટણી સૂચના પહેલાં અનામત બિલ કેમ રજૂ કરવામાં આવ્યું ન હતું. સિંઘવીએ જવાબ આપ્યો કે રાજ્યપાલે મંજૂરી આપ્યા વિના બિલને પેન્ડીંગ રાખ્યું હતું. સિંઘવીએ જણાવ્યું હતું કે તમિલનાડુના રાજ્યપાલના કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, બિલ “માન્ય સંમતિના આધારે” કાયદો બન્યો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કાયદાને કોઈપણ પડકાર વિના સ્ટે મેળવવામાં આવ્યો હતો.
અગાઉ, તેલંગાણા હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત ટ્રિપલ ટેસ્ટના માળખામાં યોજવી જાઈએ. રાજ્ય સરકારે તેલંગાણામાં ઓબીસી અનામત વધારીને ૪૨ ટકા કરી હતી, જેનાથી એસસી (૧૫ ટકા) અને એસટી (૧૦ ટકા) અનામત સાથે કુલ અનામત ૬૭ ટકા થઈ ગઈ હતી, જે ટ્રિપલ ટેસ્ટ નિયમનું ઉલ્લંઘન કરે છે. હાઇકોર્ટે રાજ્ય સરકારના તે આદેશ પર વચગાળાનો સ્ટે મૂક્્યો છે જેમાં ૮ ઓક્ટોબરે ૪૨ ટકા ઓબીસી અનામત સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો.










































