ભાજપનેતા અમિતમ માલવીયએ તેમના ટિવટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કરીને કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા છે. માલવીયએ જે વીડિયો શેર કર્યો છે એમાં રાહુલ ગાંધી કોંગ્રેસના અમુક નેતાઓ અને કાર્યકરો સાથે દેખાય છે. વીડિયોમાં રાહુલ ગાંધી એવું કહેતા દેખાય છે કે આજે થીમ શું છે, મારે શું બોલવાનું છે?
કોંગ્રેસનેતા રાહુલ ગાંધીની વિદેશયાત્રા વિશે આકરા પ્રહાર કરનાર ભાજપ નેતાએ શનિવારે સવારે એક વીડિયો ટ્વીટ કર્યો છે. એમાં રાહુલ ગાંધી તેમના બે દિવસના પ્રવાસે તેલંગાણા પહોંચ્યા છે. માલવીયએ જે વીડિયો શેર કર્યો છે એમાં રાહુલ ગાંધી કોંગ્રેસી નેતાઓ સાથે એક રૂમમાં દેખાય છે. રાહુલ ગાંધી કોંગ્રેસી નેતાઓ અને કાર્યકરોને એવું પૂછી રહ્યા છે કે આજે થીમ શું છે, મારે શું બોલવાનંિ છે? દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યમાં ખેડૂતોના એક કાર્યક્રમને સંબોધન કરતાં પહેલાં રાહુલ ગાંધીએ આ રીતે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરી હતી અને એ દરમિયાન આ નિવેદન આપ્યું હતું, જેનો કોઈએ વીડિયો ઉતારી લીધો હતો.
અમિત માલવીયએ ટિવટર પર વીડિયો શેર કરીને કહ્યું હતું કે કાલે રાહુલ ગાંધી તેલંગાણામાં તેમની રેલી પહેલાં પૂછી રહ્યા છે કે થીમ શું છે, બોલવાનું શું છે? તેમણે કહ્યું હતું કે આવું ત્યારે થાય, જ્યારે તમે અંગત વિદેશયાત્રા અને નાઈટ ક્લબિંગની વચ્ચે રાજનીતિ કરતા હોવ. હકીકતમાં અમિત માલવીય તાજેતરમાં એ વાઇરલ થયેલા વીડિયોની વાત કરતા હતા, જેમાં રાહુલ ગાંધી નેપાળના કાઠમંડુની એક પ્રખ્યાત નાઈટ ક્લબમાં જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી સોમવારે નેપાળમાં તેમની પત્રકાર મિત્ર સુમિનમા ઉદાસીના લગ્નમાં સામેલ થવા મેરિયટ હોટલ પહોંચ્યા હતા.
અમતિ માલવીયના આ ટ્વીટનો જવાબ આપતા કોંગ્રેસનેતા રણદીપ સુરજેવાલાએ બીજેપીને સલાહ આપી હતી કે કોંગ્રેસનેતાઓનો પીછો કર્યા વગર અન્ય મુદ્દાઓ પર ધ્યાન આપો. રાહુલ ગાંધી તેમના મિત્રના લગ્નમાં સામેલ થવા કાઠમંડુ પહોંચ્યા હતા. ત્યાં તેઓ અંગત મુલાકાતે ગયા હતા. ભાજપ વીજસંકટ, મોંઘવારી જેવા મુદ્દાઓ પર જવાબ કેમ નથી આપતી?