લીલીયા પોલીસ સ્ટેશનના મિલ્કત ગુમની અરજીઓ અનુસંધાને લીલીયા પોલીસ ટીમ દ્વારા સઘન અભ્યાસ કરી ટેક્નીકલ સોર્સ તથા હ્યુમન સોર્સની મદદથી ગુમ થયેલ મિલ્કત શોધી મૂળ માલિકને પરત કરી ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ લીલીયા પોલીસ ટીમે સાર્થક કર્યો હતો. જેમાં અમુલભાઇ ભાયાભાઇ પડશારીયા ઉ.વ.રર ધંધો.માલધારી રહ.વાઘણીયા તા.લીલીયા મોટા જી.અમરેલી નાઓનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન ગઇ તા.૧૦/૧૦/૨૦૨૪ ના રોજ પીપળવા ગામથી વાઘણીયા ગામ વચ્ચે ચાલુ બાઇક ઉપરથી પડી જતા ગુમ થયેલ હોય જે મોબાઇલ ફોન રેડમી કંપનીનો બ્લુ કલરનો નોટ-૧૨ મોડલનો કિં.રૂ.૧૦,૦૦૦/- નો હોય જે મોબાઈલ ફોન શોધી મૂળ માલિક અમુલભાઇ ભાયાભાઈ પડશારીયાને પરત કરવામાં આવ્યો હતો.