અમરેલી જિલ્લાના રાજુલા પોલીસ સ્ટેશને સરાહનીય કામગીરી કરીને એક નાગરિકનો કિંમતી મોબાઈલ શોધી આપી પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્‌યું છે. જિલ્લામાં મિલકત ગુમ થવાના બનાવોમાં ઝડપી કાર્યવાહી કરવા અને ‘તેરા તુજકો અર્પણ’કાર્યક્રમ અંતર્ગત આ સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે. વિગત મુજબ, અરજદાર રિયાજભાઈ રજાકભાઈ કાબરીયા (રહે. રાજુલા) નો રૂ.૬૭,૦૦૦ની કિંમતનો ‘VIVO X300’ મોબાઈલ ફોન હિંડોરણા ગામે ખેતલાઆપા ટી સ્ટોલ પાસે પડી ગયો હતો. ઘણી શોધખોળ બાદ પણ તે ન મળતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો. રાજુલા હિંડોરણા બીટના સ્ટાફે ટેકનોલોજી અને હ્યુમન સોર્સ (માનવીય પ્રયાસો) તેમજ CEIR પોર્ટલની મદદથી આ કિંમતી ફોન શોધી કાઢ્યો હતો. ત્યારબાદ અરજદારને રૂબરૂ બોલાવી ખાતરી કરીને તેમનો ફોન પરત સોંપવામાં આવ્યો હતો.?