ગત તારીખ ૧૮ માર્ચના રોજ સાવરકુંડલામાં આવેલી એક આંગડીયા પેઢી પટેલ મહેન્દ્રભાઈ અરવિંદકુમારમાં કામ કરતો ગોવિંદપુરી વૈકુંઠપુરી ગોસ્વામીએ આંગડિયા પેઢીના રૂપિયા ૫૯ લાખ જમા ન કરાવી વિશ્વાસઘાત કરી નાસી છૂટ્યો હતો. જેમાં ફરિયાદીના પણ ૨૦ લાખ રૂપિયા હોય તેથી ફરિયાદીએ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે તે વખતનો ગુનો સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો. જેથી પોલીસે ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી આરોપીને તાત્કાલિક પકડી પાડ્યો હતો અને તેની પાસેથી રૂપિયા ૨૦ લાખ કબજે કર્યા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા આ રૂપિયા ૨૦ લાખ ફરિયાદીને પરત આપી ખરા અર્થમાં ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત સરાહનીય કામગીરી કરી હતી.






































