બિહારમાં ચૂંટણીના ગરમાગરમ માહોલ વચ્ચે, આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદવનો એક વિડીયો હેડલાઇન્સમાં છવાઈ રહ્યો છે. વિડીયોમાં, તેજ પ્રતાપ યાદવ ધોતી-કુર્તા અને સાડી પહેરીને લાક્ષણિક શૈલીમાં રેમ્પ વોક કરતા જાવા મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વ્યાપક પ્રશંસા મેળવી રહ્યો છે. તેજ પ્રતાપ યાદવનો આવો વિડીયો પહેલીવાર સામે આવ્યો નથી. અગાઉ તેમના ડાંગર વાવતા કે ધનુષ્ય અને તીર ચલાવતા વીડિયો વાયરલ થયા છે. જાકે, આ વખતે, રેમ્પ વોક વિડીયો કોઈ એવોર્ડ સમારંભનો હોવાનું કહેવાય છે.આ વિડીયોમાં, તેજ પ્રતાપ યાદવે પરંપરાગત ધોતી-કુર્તા અને ખાદી સાડી પહેરીને તેમના સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કર્યું. તેમના રેમ્પ વોકમાં તેમનો આત્મવિશ્વાસ અને સરળતા સ્પષ્ટપણે દેખાઈ રહી હતી. પ્રેક્ષકોએ તેમની પ્રશંસા કરી અને તેમને ફરીથી રેમ્પ વોક કરવા કહ્યું. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જનતા સાથે જાડાવાની રણનીતિ તરીકે આ પગલાને જાવામાં આવી રહ્યું છે. આ દરમિયાન, પ્રેક્ષકોએ તેમની પ્રશંસા કરી અને તેમને ફરીથી રેમ્પ વોક કરવા કહ્યું. તેજ પ્રતાપ યાદવના રેમ્પ વોકની રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા થઈ રહી છે, જ્યાં કેટલાક વિશ્લેષકો તેને જનતા સાથે જાડાવા અને તેમની ભારતીય છબીને મજબૂત બનાવવાના પ્રયાસ તરીકે જુએ છે.૨૦૨૫ બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો ટૂંક સમયમાં જાહેર થવાની ધારણા છે. ચૂંટણી પંચે તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, અને એવી અપેક્ષા છે કે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ઓક્ટોબર અને નવેમ્બરમાં મતદાન થવાની ધારણા છે, અને પરિણામો નવેમ્બરના અંત સુધીમાં આવવાની અપેક્ષા છે.









































