લાઠીના ભાલવાવ ગામે અનોખો કિસ્સો સામે આવ્યો છે. યુવકને તેં મારી વિરુદ્ધ સોગંદનામું કર્યું છે કહી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત જાનથી મારી નાખીશ તેમ પણ કહ્યું હતું. બનાવ અંગે છગનભાઈ ઉકાભાઈ વિરાણી (ઉ.વ.૬૨)એ બાબુભાઈ ગણેશભાઈ વિરાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા સાહેદ સાહેદની વાડીએ આવતા હતા તે દરમિયાન આરોપી રસ્તામાં મળ્યા હતા. તેમણે મારી તથા ઓધવજીભાઈ હિરજીભાઈ વિરાણીની વિરુદ્ધમાં તે સોગંદનામું કેમ કર્યું છે કહી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત ટાંટીયા ભાંગી નાખી, જાનથી મારવાની ધમકી પણ આપી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વી.આર. ડાભી વધુ તપાસ કરી રહ્યા છે.






































