અમદાવાદમાં બનેલા બનાવને લઈ પરિણીતાએ પિયર આવી ફરિયાદ કરી
અમરેલી, તા.૨
અમરેલીમાં રહેતા મીતલબેન ચોટલીયા (ઉ.વ.૩૨)એ મૂળ ગોપાલગ્રામના અને હાલ અમદાવાદમાં રહેતા પતિ મેહુલભાઈ હરીભાઈ ચોટલીયા, સાસુ વજીબેન હરીભાઈ ચોટલીયા તથા જૂનાગઢના શોભાવડલા ગામે રહેતા જોશનાબેન સંજયભાઈ ચૌહાણ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, લગ્ન સમય દરમિયાન અમદાવાદ તેમજ ગોપાલગ્રામ મુકામે તેના પતિ, સાસુ
તથા નણંદ ત્રણેય જણાએ નાની-નાની બાબતોમાં અવાર-નવાર મેણા ટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. તેમજ તેના પતિએ અમદાવાદ મુકામે તેં મારા પૈસા લઇ લીધા છે તેમ કહી ગાળો આપી મુંઢમાર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ નણંદ તેના પતિને ચડામણી કરતા હતા. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એફ.એમ.કથીરી વધુ તપાસ કરી રહ્યા છે.