લાઠીના ટોડા ગામે એક પરિણીતાને તે છ મહિના પહેલા સોનાના ઘરેણા આપી દીધા છે, જોઈતી નથી તેમ કહી ગાળો આપી, લાકડીના ઘા માર્યા હતા. બનાવ અંગે જસુબેન જેન્તીભાઈ ચારોલીયા (ઉ.વ.૨૮)એ લાઠીના કેરાળા ગામે રહેતા લવીંગભાઈ માનસીંગભાઈ ચારોલીયા, મંજુબેન મગુભાઈ માથાસુળીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ ટોડા ગામે દુધાળા જવાના રસ્તે તેમના ઝૂંપડે પતિ સાથે હાજર હતા ત્યારે આરોપીઓ તેના પતિની ખબર કાઢવા આવ્યા હતા. તે દરમિયાન લવીંગભાઈ ચારોલીયાએ તેમને કહ્યું કે, છ મહિના પહેલા તે સોનાના દાગીના મગનભાઇ હરજીભાઇને આપી દીધા છે જેથી તું અમારે
જોઇતી નથી તેમ કહી ગાળો આપી હતી. ઉપરાંત તેની પાસે રહેલી લાકડીનો ઘા મારી મુંઢ ઇજા કરી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.એલ.ખેર વધુ તપાસ કરી રહ્યા છે.