રાજુલાના કોટડી ગામે એક મહિલાને ‘તેં કાંટાની વાડ અમારી હદમાં કેમ કરી છે’ કહેતા કાન ખેંચવામાં આવ્યો હતો. ઉપરાંત ઢીકાપાટુનો મુંઢમાર પણ માર્યો હતો. બનાવ અંગે વિલાસબેન જાદવભાઈ મકવાણા (ઉ.વ.૩૯)એ લાભુબેન પાતાભાઈ, ભાવેશભાઈ પાતાભાઈ, દેવુબેન જીણાભાઈ, સમીરબાઈ જીણાભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે અનુસાર, તેમના ઘરની નજીકની હદમાં આરોપીઓએ કાંટાની વાડ કરી હતી. આ વાડ “અમારી હદમાં કેમ કરી છે” તેમ તેમણે આરોપીને પૂછતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે તેમણે ગાળો આપવાની ના પાડી, ત્યારે તમામ આરોપીઓ તેમના ફળિયામાં ઘૂસી ગયા હતા. તેણે ફરિયાદીનો જમણો કાન ખેંચીને કાનમાં પહેરેલી બુટી તોડી નાખી હતી, જેના કારણે કાનમાં ગંભીર ઈજા થઈ હતી અને ત્રણ ટાંકા આવ્યા હતા. તેણે લાકડી વડે માર મારીને ફરિયાદીના કપાળના ભાગે પણ ઈજા પહોંચાડી હતી.