અમદાવાદમાં બિસ્માર રોડ રસ્તા મુદ્દે ગુજરાત હાઇકોર્ટએ આકરા શબ્દોમાં ફટકાર લગાવ્યા બાદ હવે અમદાવાદ મહાનગરપાલિકાએ કોર્ટમાં ચોંકાવનારો જવાબ રજૂ કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ હાથ ખંખેરી નાંખતા જણાવ્યું કે, ‘તૂટેલા રોડનું સમારકામ કરવા માટે મનપા પાસે પૈસા જ નથી.ર્

મનપાએ કોર્ટ સમક્ષ જણાવ્યું કે, ‘કોવિડ-૧૯ની સ્થિતિ બાદ મનપા પાસે બજેટ જ નથી.ર્ મહત્વનું છે કે, બિસ્માર રોડ રસ્તા મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન કોર્ટએ મનપાની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ‘તંત્ર કામને કાગળ પર નહીં પરંતુ રસ્તા પર દેખાડો. કામગીરી એફિડેવિટમાં નજરે પડે છે પરંતુ રસ્તા પર નહીં. રસ્તા પર રખડતા ઢોર જાવા મળે છે અને તૂટેલા રોડથી પ્રજા પીડાય છે.ર્