ભાજપ પ્રેરીત પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમ હાલ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યા છે. જેના અનુસંધાને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા તેમજ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ ચેતન શિયાળની અધ્યક્ષતામાં રાજુલા, જાફરાબાદ ભાજપ પરિવારનો પ્રશિક્ષણ વર્ગ કાર્યક્રમ ગીર મધ્યે આવેલ તુલસીશ્યામ ધામ ખાતે ભગવાન શ્યામના સાંનિધ્યમાં યોજાયો હતો.જેમાં રાજુલા જાફરાબાદ પંથકના ભાજપના આગેવાનો, તેમજ કાર્યકર્તાઓ,ભાજપ પ્રેરિત પેનલના હાલની ચૂંટણીના વિજેતા સરપંચો તેમજ યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, જિલ્લા યુવા ભાજપ અધ્યક્ષ ચેતનભાઈ શિયાળ, મહામંત્રી પીઠાભાઈ નકુમ, યોગેશભાઈ બારૈયા, રવુભાઈ ખુમાણ, હરસુરભાઈ લાખણોત્રા, વનરાજભાઈ વરૂ, વિરભદ્ર ડાભિયા, ડો.હિતેશ હડિયા, શહેર ભાજપ પ્રમુખ પરેશભાઈ લાડુમોર, દિલીપદાદા, દિલુભાઈ ધાખડા, તખુભાઈ ધાખડા, વલકુભાઈ બોસ, તેમજ નવનિયુક્ત સરપંચો, જાદવભાઈ કલસરિયા સહિત ઉત્સાહી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.