તુર્કીના દરિયાકાંઠે એક દુઃખદ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, એજિયન સમુદ્રમાં અફઘાન સ્થળાંતર કરનારાઓને લઈ જતી હોડી પલટી ગઈ. આ અકસ્માતમાં ૧૯ લોકોના મોત થયાના અહેવાલ છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બોટ ખૂબ જ ઝડપે મુસાફરી કરી રહી હતી અને કોસ્ટ ગાર્ડથી બચવાનો પ્રયાસ કરતી વખતે પલટી ગઈ. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.
તુર્કીના અધિકારીઓએ અહેવાલ આપ્યો હતો કે બોટમાં ઘણા સ્થળાંતર કરનારાઓ હતા અને તેમને વારંવાર રોકવાની ચેતવણી આપવામાં આવી હતી. જાકે, બોટે ચેતવણીઓને અવગણીને ઝડપથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ અકસ્માત તુર્કીના લોકપ્રિય પર્યટન સ્થળ બોડ્રમના દરિયાકાંઠાના શહેર નજીક થયો હતો. તુર્કીના કોસ્ટ ગાર્ડ કમાન્ડે અહેવાલ આપ્યો હતો કે બોટ પલટી જવાની ઘટનામાં ઓછામાં ઓછા ૨૦ અન્ય સ્થળાંતર કરનારાઓને બચાવી લેવામાં આવ્યા હતા.
તુર્કીના કોસ્ટ ગાર્ડ પાસેથી મળેલી માહિતી અનુસાર, અકસ્માત સ્થળની નજીક આવેલા ઇઝમીર શહેરમાંથી એક હેલિકોપ્ટર રવાના કરવામાં આવ્યું હતું. બચાવ કાર્યકરોએ ૨૧ લોકોને જીવતા બચાવ્યા અને ૧૮ લોકોના મૃતદેહ બહાર કાઢ્યા. જાકે, થોડા સમય પછી એક સ્થળાંતર કરનારનું હોÂસ્પટલમાં મૃત્યુ થયું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં મૃત્યુ પામેલા બીજા સ્થળાંતર કરનારની શોધ ચાલી રહી છે. તે હજુ સુધી મળ્યો નથી.