આજથી ૨૧ વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ ‘તુમ બિન’માં એક્ટર હિમાંશુ મલિક મુખ્ય રોલમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ તેણે થોડી બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરી અને પછી અચાનક ગાયબ થઈ ગયો હતો. ત્યારે ફરી એકવખત એક્ટર હિમાંશુ મલિક ચર્ચામાં આવ્યો છે. કારણકે હવે તે ડિરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ ‘ચિત્રકૂટ’ લઈને આવી રહ્યો છે. પણ, હવે તેને ઓળખવો થોડો મુશ્કેલ છે. એક્ટર હિમાંશુ મલિકે જોતે ખુલાસો કર્યો છે કે તે અત્યાર સુધી ક્યાં હતો? વાતચીતમાં એક્ટર હિમાંશુ મલિકે જણાવ્યું કે, તે સમયે (વર્ષ ૨૦૦૦ દરમિયાન) બોલિવૂડ ઘણું નાનું હતું. જો અત્યારે ‘તુમ બિન’ જેવી હિટ ફિલ્મ કરી હોય તો ઘણું કામ મળી રહે. ત્યારે ઓટીટી પ્લેટફોર્મ પણ નહોતા. વર્ષ ૨૦૦૨-૦૩-૦૪માં બોલિવૂડ ધીમું હતું અને ફિલ્મો પણ ઓછી આવતી હતી. ત્યારે હું બહારથી આવેલો નવો વ્યક્તિ હતો. મને એ વાતની પણ સમજ નહોતી કે જો એક હિટ ફિલ્મ મળી જોય તો પણ સરળતાથી ગુમ થઈ શકો છો. હું પણ ખોવાઈ ગયો અને ભટકી ગયો હતો. ત્યારે એ વાતની પણ સમજણ નહોતી કે કરિયરને કેવી રીતે આગળ વધારવું છે અને કોને મળવું તેમજ કેવી રીતે વ્યવહાર કરવો. એક્ટર હિમાંશુ મલિકે કહ્યું કે હવે હું તે સમયને ભૂલી ગયો છું. ઘણી ફિલ્મો હતી જેને ના પાડીને મેં ભૂલ કરી છે. મેં ખોટા પૈસા માગ્યા અને કોઈ કારણસર હું ફિલ્મોમાં સિલેક્ટ પણ ના થયો. હવે હું તે દુનિયાને ભૂલી ગયો છું અને એવું લાગે છે કે
ભૂલો કરવી પણ ક્યારેક યોગ્ય હોય છે. હવે એક્ટર હિમાંશુ મલિક ડિરેક્ટર તરીકે પોતાની પહેલી ફિલ્મ ચિત્રકૂટ લઈને આવી રહ્યો છે. તેણે કહ્યું કે મેં માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. હું દુનિયા ફર્યો, બિઝનેસ કર્યો અને નાના-મોટા રોલ કર્યા. હું ક્યારેય રોકાયો નહીં અને આગળ વધતો રહ્યો. એક્ટર હિમાંશુ મલિકની જોણીતી ફિલ્મો તુમ બિન, ખ્વાહીશ, એલઓસી કારગિલ, રક્ત, રોગ, રેઈન, કોઈ આપ સા, યમલા પગલા દીવાના વગેરે છે.’