વડીયાના બરવાળા બાવીશી ગામે યુવકને ‘તું મારી સામે કેમ જોવે છે’ કહી ગાળો બોલી ઢીકાપાટુ માર્યા હતા ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે મનીષભાઈ દેવજીભાઈ મારૂ (ઉ.વ.૩૦)એ સુનીલભાઈ રામજીભાઈ ચાવડા, દિપકભાઈ બાબુભાઈ ચાવડા, આશીષભાઈ બાબુભાઈ ચાવડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પાનના ગલ્લે ઉભા હતા ત્યારે સુનીલભાઈ ચાવડા માવો લેવા માટે આવ્યા હતા. જેથી તેમણે પાછળ કોણ ઉભું છે તે જોવા ફરતાં આરોપીએ તેમને ‘તું કેમ મારી સામે જોવે છે’ કહી ગાળો આપી હતી. જેથી તેઓ તેમના ઘરે જતા રહ્યા હતા. બાદમાં ત્રણેય આરોપીએ તેમના ઘરે આવી ઢીકાપાટુ માર્યા હતા. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.