દામનગર ઉંડપા શેરીમાં એક સગીરાને રોકી યુવકે તું મારી સાથે કેમ બોલતી નથી તેમ કહી ગાલ પર ઝાપટ મારી હતી. ઉપરાંત નખ મારીને ઉઝરડા કરી નાસી ગયો હતો. બનાવ અંગે સગીરાના માતાએ કિશન શ્યામભાઈ ઓગણીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમની સગીર પુત્રી સ્કૂલે જતી હતી ત્યારે આરોપીએ પાછળથી હાથ પકડીને રોકી હતી અને તું મારી સાથે બોલતી કેમ નથી તેમ કહેતા તેની સાથે વાત કરવાની ના પાડતાં ઉશ્કેરાઇ ગયો હતો. જે બાદ તેમની દીકરીને ગાલ ઉપર બે ત્રણ ઝાપટ મારી તથા ગળાના ભાગે નખ મારીને ઉઝરડા કરી નાસી ગયો હતો. અમરેલી સર્કલ પીઆઈ વી.એમ.કોલાદરા વધુ તપાસ કરી રહ્યા છે.