વડીયાના મોટા ઉજળા ગામની સીમમાં રહેતી એક પરપ્રાંતીય પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ હતી. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વાગદાલીયા પુરાના ભૂરું વાલસિંહ શિંગાડ (ઉ.વ.૨૯)એ જાહેર કર્યા મુજબ, તેમણે તેના સસરાને એકાદ વર્ષ પહેલા દસ હજાર રૂપિયાની મદદ કરી હતી. તેના સસરાએ રૂપિયા પાંચ હજાર પરત આપ્યા હતા. બાકીના રૂપિયાની ઉઘરાણી કરવા જતાં તેમના સસરાને સારું નહોતું લાગ્યું અને ઉશ્કેરાઈને તું મારી દીકરી નથી ને તું મારો જમાઈ નથી, હવે પછી મારા ઘરની ડેલીએ પગ મુકતા નહીં તેમ કહેતા તેની પત્નીને લાગી આવ્યું હતું અને ગુમસુમ રહેવા લાગી હતી. આ કારણેથી તેણે ગળાફાંસો ખાઇ લેતાં મરણ પામી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી.ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.