ધારીના જળજીવડી ગામે એક યુવકને ‘તું મારી વિરુદ્ધ મામલતદારમાં અરજી આપે છે’ તેમ કહી ગાળો આપવામાં આવી હતી. બનાવ અંગે પ્રવિણભાઇ ધીરૂભાઇ રામાણી (ઉ.વ.૪૫)એ ભરતભાઇ ધનજીભાઇ બજાણીયા તથા અશ્વીનભાઇ બીજલભાઇ બજાણીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ જળજીવડી ગામે કાળુભાઇ ગઢાદરાની દુકાન પાસે ઉભા હતા ત્યારે આારોપીએ આવી ‘તું મારા વિરુદ્ધ મામલતદારમાં અરજી આપે છે’ તેમ કહી ગાળો દેવા લાગ્યો હતો અને ઢીકાપાટુનો મુંઢમાર મારી કુહાડી લઇ મારવા દોડી જાનથી
મારી નાખવાની ધમકી આપી હતી. બીજો આરોપી તેમને ગાળો આપી લાકડી લઇ મારવા દોડ્યો હતો. ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.એચ. વાઘ વધુ તપાસ કરી રહ્યા છે.







































