લાઠી ચાવંડ ગામે એક યુવકને ‘તું મારા મજૂરો સાથે કેમ બોલાચાલી કરે છે’ તેમ કહી ગાળો બોલીને ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે સુરેશભાઈ પ્રવિણભાઈ નાવડીયા (ઉ.વ.૨૯)એ રમેશભાઈ જગાભાઈ ડેર સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તેની બાઈક લઈને દવાખાને જતા હતા ત્યારે રસ્તામાં આરોપીએ ઉભા રખાવીને ‘તું મારા મજૂરો સામે કેમ બોલાચાલી કરે છે’ તેમ કહી ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.બી. સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.







































