જાફરાબાદમાં એક વેપારીને તું મહેશભાઇ બાબુભાઇ સાથે શું કામ સબંધ રાખે છે કહી હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે ભગુભાઇ કરશનભાઇ બારૈયા (ઉ.વ.૩૫)એ હિતેશભાઇ પરશોત્તમભાઇ તથા તેમના બનેવી, મનોજભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. તેઓ પોતે પોતાના ઘરે જતા હોય એ વખતે આરોપીએ તેમના ઘર પાસે આવી કહ્યું કે તું મહેશભાઇ બાબુભાઇ સાથે શું કામ સંબંધ રાખે છો તેમ કહી ગાળો આપી ડાબી આંખની ઉપર નેણથી ઉપરના ભાગે બે ટાંકા લાવી દીધા હતા. એક ઘા ડાબા કાનની ઉપર માથાના ભાગે મારતા એક ટાંકો ત્યા પણ આવે તેવી ઇજા કરી હતી.તેમને પકડી રાખી ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ ઓ પી બારૈયા વધુ તપાસ કરી રહ્યા છે.









































