અમરેલી શહેરમાં રહેતા એક ભાઈએ તેના સગા ભાઈને તું મને ઈંટોના ભઠ્ઠામાં સરખો ભાગ દેતો નથી તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવ અંગે મહેશભાઈ રવજીભાઈ ગોંડલીયા (ઉ.વ.૪૪)એ અરવિંદભાઈ રવજીભાઈ ગોંડલીયા, દયાબેન અરવિંદભાઈ ગોંડલીયા, ધરતીબેન અરવિંદભાઈ ગોંડલીયા, નેહાબેન અરવિંદભાઈ ગોંડલીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અરવિંદભાઈ ગોંડલીયાએ તેમને તું મને ઈંટના ભઠ્ઠામાં સરખો ભાગ દેતો નથી, તેનું મનદુઃખ રાખી ગાળો આપી હતી. તેમજ લાકડી વડે માર માર્યો હતો અને ઢીકાપાટુ મારીને જાનથી મારવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.