રાજુલાના જીંજકા ગામે એક યુવકને ‘તું તે દિવસે કેમ પાવર કરતો હતો તમારે બહુ હવા છે’ કહી ગાળો આપવામાં આવી હતી. બનાવ અંગે અશોકભાઇ કમલેશભાઇ બાબરીયા (ઉ.વ.૨૧) એ છત્રપાલભાઇ સવુભાઇ વાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તા.૨૧/૦૪/૨૦૨૫ ના રોજ તેઓ જીંજકા ગામની પ્રાથમિક શાળા પાસે ગોલાવાળાની લારીએ ગોલો લેવા ગયા હતા. આ વખતે આરોપીએ તેમની પાસે આવી ‘છેટો જા મારે ગોલો લેવો છે’ તેમ કહ્યું હતું. જેથી તેમણે આરોપીને ‘હું પણ ગોલો લેવા જ આવ્યો છું’ તેમ કહેતા આરોપીને સારું નહોતું લાગ્યું અને બોલાચાલી કરી બે ઝાપટ મારી હતી. જે બાબતનું મનદુઃખ રાખી આરોપીએ તેમને ‘તું તે દિવસે કેમ પાવર કરતો હતો તમારે બોવ હવા છે તમને તો મારવાના જ હોય’ તેમ કહી ગાળો બોલ્યા હતા અને ઢીકાપાટુનો મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક એન.બી. ગોરડીયા વધુ તપાસ કરી રહ્યા છે.