બગસરા શહેરમાં એક યુવતી ઘરની બહાર એંઠવાડ નાંખવા જતી હતી ત્યારે તેને ઘરની બહાર નીકળતી નહીં તેમ કહી ગાળો આપવામાં આવી હતી. ઉપરાંત જાનથી મારવાની ધમકી અપાઈ હતી. આ અંગે તેના ભાઈ મયુરભાઇ નથુભાઇ ધાધલ (ઉ.વ.૨૧)એ બહાદુરભાઇ બાબુભાઇ દાફડા, બાબુભાઇ દાફડા, દિનેશભાઇ બાબુભાઇ દાફડા તથા હંસાબેન બાબુભાઇ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેની બહેન ઘરની બહાર એંઠવાડ નાંખવા જતા હતા તે દરમિયાન બહાદુરભાઈએ આવીને તું ઘરની બહાર નિકળતી નહી તેમ કહી ગાળો આપી હતી. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી છાતીની જમણી બાજુ લાકડાનો ઘા મારી મુંઢ ઇજા કરી હતી.