બાબરાના તાઇવદર ગામે એક યુવકને તું કેમ મારા ઘર પાસે ઉભો છો તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. બનાવ અંગે સુરેશભાઈ નનકાભાઈ શાખ (ઉ.વ.૨૭)એ સંજયભાઈ લખમણભાઈ સરવૈયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના ગામમાં ધાર્મિક પ્રસંગ હોવાથી અને સાધુ-સંતોના સામૈયા હોવાથી તેઓ બજારમાં જોવા માટે ગયા હતા અને આરોપીના ઘર પાસે ઉભા હતા. જેથી આરોપીએ તેમને તું કેમ મારા ઘર પાસે ઉભો છો તેમ કહી માથાકૂટ કરી ગાળો આપીને જાનથી મારવાની ધમકી આપી હતી. બાબરા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે આર દાંતી વધુ તપાસ કરી રહ્યા છે.