ખાંભા તાલુકાના જુના માલકનેસ ગામે એક યુવકને તું કેમ દાદાગીરી કરે છે તેમ કહી ગામના જ ત્રણ યુવકોએ ફટકાર્યો હતો. જેને લઈ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. માલકનેસ ગામે રહેતા અને ખેતીકામ કરતાં સુભાષભાઈ પરબતભાઈ દયાળ (ઉ.વ.૪૨)એ અનકભાઇ દેવાયતભાઇ કોટીલા, મહેન્દ્રભાઇ નરેશભાઇ ખુમાણ તથા ખોડાભાઇ નનકુભાઇ બોરીચા સામે ફરિયાદ કરી હતી. જે મુજબ બે દિવસ પહેલા તેમને તું કેમ દાદાગીરી કરે છે તેમ કહી મહેન્દ્રભાઈએ ફોન કરી બસ સ્ટેશન પાસે બોલાવ્યા હતા. તેઓ ત્યાં પહોંચતા અનકભાઈ કોટીલાએ ઝાપટ મારી નીચે પછાડી દીધા હતા અને મહેન્દ્રભાઈ તથા ખોડાભાઈએ લાખંડના પાઇપ વડે માર મારી ગાળો આપી હતી. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ખાંભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ મહેરા વધુ તપાસ કરી રહ્યા છે.