લાઠી શહેરમાં રહેતા અને શાકભાજીનો વેપાર કરતાં યુવકને તું અહીં કેમ ગાળો બોલતો હતો તેમ કહી સેન્ટિંગના લાકડાના બટકા વડે ફટકાર્યો હતો. બનાવ સંદર્ભે અલ્તાફભાઈ ઉસ્માનભાઈ ગાગદાણી (ઉ.વ.૩૨)એ મનિષભાઈ રામભાઈ આહીર તથા રામભાઈ આહીર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ ઘરે જમવા જતા ત્યારે આરોપીઓનું નવું મકાન બનતું હોવાથી ત્યાં બન્ને આરોપીઓ ઉભા હતા. બન્ને આરોપીઓએ તેમને ઉભા રાખીને તું કેમ અહી ગાળો બોલતો હતો તેવુ કહી સેન્ટિંગના લાકડાના બટકા વડે ફટકાર્યો હતો. ઉપરાંત શરીરે મુંઢ ઈજા કરી હતી. લાઠી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.પી. ડેર વધુ તપાસ કરી રહ્યા છે.