દેશનાં ઈતિહાસમાં પ્રથમવાર દિલ્હી ખાતે વૈશ્વિક સહકાર સંમેલન યોજાઈ રહેલ છે. જેમાં ભૂતાનનાં વડાપ્રધાન, ફીજીના નાયબ વડાપ્રધાન, સંયુકત રાષ્ટ્ર આર્થિક પરિષદનાં અધ્યક્ષ, ઈફકોનાં ચેરમેન દિલીપભાઈ સંઘાણી સહિત અંદાજીત ૧પ૦૦ મહેમાનો ઉપસ્થિત રહેશે. જેનું યજમાન ભારત છે. ન્યૂ દિલ્હી ખાતે યોજાનારા આ સંમેલનમાં તા. રપ થી ૩૦ નવેમ્બરે ભારતની અર્થવ્યવસ્થા પ ટ્રીલીયન ડોલર તરફ લઈ જવાનું પણ એક કદમ બની રહેશે અને આ તકે વિશિષ્ટ ટપાલ ટીકીટ પ્રસિધ્ધ થશે. આ સંમેલન સંપૂર્ણ પ્રકૃતિને આધીન બની રહે તે માટે ૧૦૦૦૦ થી પણ વધુ પીપળાનાં વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવનાર છે. આ સંમેલન મુખ્ય ચાર પાયા પર કામ કરશે. જેમાં નિતિ અને ઉદ્યોગ સાહસીકતા, ઈકો સીસ્ટમ પૂર્ણ નિર્માણ, સહકારી ઓળખ, નેતૃત્વ નિર્માણ અને ર૧ મી સદી સૌની સમૃધ્ધી મુખ્ય રહેશે. આ કાર્યક્રમમાં વૈશ્વિક પરિષદનો ઉદ્દેશ સહકારી સંસ્થાઓને લોકો કેન્દ્રીત હેતુ સંચાલીત સંસ્થા તરીકે પ્રોત્સાહીત કરવાનો અને સહકાર ને પ્રેરણા આપવાનો છે. તથા સહકારી મંડળી તથા સહકારનાં માધ્યમ થકી યુવાઓ અને મહિલાઓને પ્રોત્સાહીત કરાશે. આ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સહકારી માળખુ અનેક યોજનાઓ સાથે કામ કરી રહેલ છે તેની આપૂર્તિ માટે દેશોનાં રાષ્ટ્રીય સ્તરે આ સંમેલન યોજાય છે. ભારતનાં યજમાન પદે આ કોન્ફરન્સ દિલ્હી ખાતે આગામી રપ નવેમ્બરનાં યોજાનાર છે. તેમ અખબારી યાદીમાં જણાવાયેલ છે.