સાવરકુંડલામાં તાળું તોડવાની અને ગાળો બોલવાની ના પાડતાં મહિલાને લોખંડની કોષનો ઘા માર્યો હતો. બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. ટીનાબેન છગનભાઈ (ઉ.વ.૧૯ )એ પ્રજ્ઞાબેન પ્રકાશભાઈ તથા પ્રકાશભાઈ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તથા ત્હોમતદારો શ્રીજી કોમ્પલેક્ષમાં રહેતા હતા. તમામનો આવવા જવાનો મેઇન દરવાજો એક જ હતો. રાત્રીના સમયે કોમ્પલેક્ષના મેઈનગેટે તાળું માર્યું હોવાથી તેમણે તથા સાહેદોએ તાળું તોડ્યું હતું. જેથી સારુ નહી લાગતા ડાબા કાન પાછળ તાળું મારી તથા ડાબા હાથે કરડી જઈ ઈજા કરી હતી.
ઉપરાંત ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ પ્રજ્ઞાબેન પ્રતાપગીરી ગોસાઇ (ઉ.વ.૪૧)એ ટીનાબેન છગનભાઇ રાઠોડ, સેજલબેન ઉર્ફે જગુબેન છગનભાઇ રાઠોડ, વિલાશબેન છગનભાઇ રાઠોડ, લાલાભાઇ રાઠોડ, છગનભાઇ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ તથા ત્હોમતદારો શ્રીજી કોમ્પલેક્ષમાં રહેતા હતા. તમામનો આવવા જવાનો મેઇન દરવાજો એક જ હતો. રાત્રીના સમયે તેમણે તાળું મારતા ત્હોમતદારોને સારુ નહી લાગ્યું. જેથી ત્હોમતદારો તાળું તોડતા હતા અને ગાળો બોલતા હતા. જેથી તેમણે તાળું તોડવાની અને ગાળો બોલવાની ના પાડતા કપાળના ભાગે લોખંડની કોષનો આડો એક ઘા મારી ઇજા કરી હતી. તેમજ ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.જે.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.









































