અમરેલી તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને લેન્ડ કમિટિની મીટીંગ મળી હતી. આ મિટિંગમાં વર્ષો જૂના પ્લોટની માંગણીના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને ૭૮ પ્લોટોને મંજૂરી આપવામાં આવી હતી.
આ મીટીંગમાં તાલુકા વિકાસ અધિકારી કે.જે. આચાર્ય, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રજ્ઞાબેન સાવલીયા, ઉપપ્રમુખ વનરાજભાઈ કોઠીવાળ, ચેરમેન પ્રભાબેન અશોકભાઈ માધડ, કારોબારી ચેરમેન નિકુલ માંડણકા, જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મુકેશભાઈ બગડા, સદસ્ય પ્રવિણભાઈ ચાવડા, તાલુકા ભાજપ મહામંત્રી કાળુભાઈ વાળા, ચેતનભાઈ ધાનાણી, જે.કે.દવે તથા તાલુકા પંચાયતની ટીમે હાજર રહી ૭૮ પ્લોટને બહાલી આપી હતી.