તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા અધ્યક્ષ એસ.જી. પરમાર અને લીગલ સેક્રેટરી પિયુષ આચાર્યના માર્ગદર્શન હેઠળ ઉગાભાઈ અરશીભાઈ ચૌહાણ માધ્યમિક શાળા ગીર દેવળી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પેરા લિગલ વોલેન્ટિયર પ્રકાશ મકવાણા દ્વારા શાળાના બાળકોને યોગ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.