તાજેતરમાં યોજાયેલા તાલુકા કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૫માં વિદ્યાગુરૂ સાયન્સ સ્કૂલ, અમરેલીના ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. કલા મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં શાળાના પાંચ વિદ્યાર્થીઓએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવ્યું છે. ચિત્રકલામાં ધોરણ ૧૧ની મકવાણા હસ્તી અને વક્તૃત્વમાં ધોરણ ૧૦ની સાવલિયા રિદ્ધિ પ્રથમ ક્રમે વિજેતા થયા છે. આ ઉપરાંત, ચિત્રકલામાં ધોરણ ૯ની જાદવાણી ખુશી અને ધોરણ ૧૦ની ગોહિલ દેવાંશી દ્વિતીય સ્થાને રહ્યા છે, જ્યારે તબલા વાદનમાં ધોરણ ૧૧ના પરમાર ધ્રુવે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ ઉપરાંત, ધોરણ ૯ની વિદ્યાર્થિની નિર્જરા કેતનભાઈ જોષીની વાર્તાનું વાંચન ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રસારિત થયું છે. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ શાળાના સંચાલકો મેહુલભાઈ ધોળકિયા, જતિનભાઈ મહેતા, અંકુરભાઈ ઠુમ્મર અને સમગ્ર શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.