જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યું છે ત્યારથી ઈસ્લામિક સ્ટેટ પણ સતત જોરદાર હુમલાઓ કરી રહ્યું છે. મંગળવારે તાલિબાન રાજમા પાકિસ્તાનના ઇશારે નાચતા આતંકી સંગઠન હક્કાની નેટવર્કને સૌથી મોટો ઝટકો આપવામાં આવ્યો હતો.
કાબુલમાં થયેલ હુમલામાં તાલિબાનોનો એક કમાન્ડર મરાયો હતો. અધિકારીઓએ બુધવારે કહ્યું હતું કે કાબુલમાં ઈસ્લામિક સ્ટેટ દ્વારા થયેલ હુમલાની જવાબી કાર્યવાહીમાં મરેલ તાલીબાન સૈનિક કમાન્ડર હમદૂલ્લા પણ સામેલ હતો અને તે હક્કાની નેટવર્કનો કબૂલ કમાન્ડર હતો.
હક્કાની નેટવર્કના મુખ્ય સભ્ય અને બદ્રી કોરના સ્પેશિયલ ફોર્સ ઓફિસર હમદુલ્લાહ મુખલીસ, તાલિબાનની અફઘાનિસ્તાનમા વાપસી પછી મૃત્યુ પામનાર સૌથી વરિષ્ઠ અને સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે.
તાલિબાન મીડિયાના એક અધિકારીએ જણાવ્યું કે જ્યારે હમદુલ્લાને સરદાર દાઉદ ખાન હોસ્પિટલ પર હુમલો થયો હોવાની માહિતી મળી, ત્યારે કાબુલ કોર કમાન્ડર મૌલવી હમદુલ્લાહ મોખલિસ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યો અને ત્યાં ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓ સાથેની લડાઈમાં મરી ગયો હતો.
તાલિબાન અધિકારીએ કહ્યું કે તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સહમત ન થયો અને હસીને ચાલ્યો ગયો. એવું કહેવાય છે કે કાબુલ પર કબજો કર્યા પછી, અશરફ ગનીની ઓફિસમાં પ્રવેશ કરનાર હમદુલ્લા પ્રથમ વ્યક્તિ હતા. અશરફ ગનીની ઓફિસમાં ખુરશી પર બેઠેલા તાલિબાનીની તસવીર જે વાયરલ થઈ હતી તે હક્કાનીના કમાન્ડર હમદુલ્લાહની હતી. તેનું મોત હક્કાની નેટવર્ક માટે કોઈ મોટા ઝાટકાથી ઓછું નથી.
હકીકતમાં, કાબુલની મુખ્ય સૈન્ય હોસ્પિટલ પર થયેલા હુમલામાં ૧૯ લોકોના મોત થયા હતા અને ૫૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈસ્લામિક સ્ટેટ-ખોરાસાન એટલે કે fu IS-K એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
ભારતને હક્કાની નેટવર્કથી ખતરો હોવાનું મનાય છે. તે સખત ભારત વિરોધી નેટવર્ક છે અને પાકિસ્તાનના ચેલા જેમ વર્તે છે. હવે તેની કમર તૂટવાથી આખરે ભારતને પણ અસર તો થશે જ.