સત્તામાં આવ્યા બાદ તાલિબાને મહિલાઓને કામ કરવાની આઝાદી આપવાની વાત કરી હતી, પરંતુ હવે ફરી એક વખત જે રીતે ધાર્મિક માર્ગદર્શિકા જોહેર કરવામાં આવી રહી છે, તે જોઈને લાગે છે કે, સંગઠને તેની જૂની પરંપરા જોળવી રાખી છે. હકીકતમાં, તાલિબાન પ્રશાસને રવિવારે નવી ઈસ્લામિક ધાર્મિક માર્ગદર્શિકા જોહેર કરવામાં આવી છે. જે મુજબ મહિલા અભિનેત્રીઓને દેશમાં ટેલિવિઝન ચેનોલો પર સિરિયલો અથવા ડેઈલી સોપ્સમાં બતાવી શકાશે નહી. એટલું જ નહીં. તાલિબાને મહિલા અભિનેત્રીઓને લઈને બનેલી તમામ જૂની સિરિયલોના ટેલિકાસ્ટને રોકવાનો પણ આદેશ આપ્યો છે. તાલિબાનના આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, મહિલા ટીવી પત્રકારોએ એન્કરિંગ કરતી વખતે હિજોબ પહેરવું જોઈએ
અફઘાનિસ્તાનના મંત્રાલયે ચેનલોને મહોમ્મહદ પયગંબરને અથવા અન્ય મહાનુભાવોને દર્શાવતી ફિલ્મો તેમજ કાર્યક્રમોનું
પ્રસારણ ન કરવા જણાવ્યું હતું. તાલિબાનના મંત્રાલયે ઈસ્લામિક અને અફઘાન મૂલ્યોની વિરૂદ્ધ ફિલ્મો અથવા કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવાની હાકલ કરી હતી. એક મિડીયા રિપોર્ટના જણાવ્યા અનુસારે અફઘાનિસ્તાનના મંત્રલાયના પ્રવક્તા હકીફ મોહાજીરે જણાવ્યું હતું કે, આ ધાર્મિક માર્ગદર્શિકા છે. નિયમો નહી.
નવી માર્ગદર્શિકા રવિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા નેટવકર્સ પર વ્યાપક પણે પ્રસારિત કરવામાં આવી હતી. તાલિબાનોએ પહેલેથી જ નિયમો લાદી દીધા છે કે મહિલાઓ યુનિવર્સિટીમાં શું પહેરી શકે અને શું નહીં. વધુમાં, પ્રેસની સ્વતંત્રતા જોળવી રાખવાના વચનો છતાં ઘણા અફઘાન પત્રકારોને માર મારવામાં આવ્યો હતો અને હેરાન કરવામાં આવ્યો હતો.