તાલાલા પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ સ્થાનિક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કે, સાંગોદ્રા ગામે રહેતો લતીફભાઇ અબ્બાસભાઇ મકવાણા ધાવા ગામની સીમમાં આવેલ ગોલ્ડન રૂટ ફાર્મ હાઉસ પાસેના જંગલ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં બંદુક સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આરોપીને તે જગ્યાએથી લાયસન્સ વગરની રૂપિયા એક હજારની કિંમતની દેશી જામગરી બંદુક સાથે પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર જે.એન. ગઢવી, સબ ઇન્સ. પી.વી. ધનેશા, સર્વેલન્સ સ્કવોડ દ્વારા કરવામાં આવી હતી.









































