રાજ્યમાં જ્યા એક તરફ કમોસમી વરસાદે લોકોને અને ખાસ કરીને ખેડૂતોને ચિંતામાં મુકી દીધા છે. ત્યારે વધુ એક નવી મુસિબત સામે આવી છે. જી હા, મળી રહેલી માહિતી અનુસાર, તાલાલા અને સાસણ ગીરમાં ભુકંપનો આંચકો અનુભવાયો છે.
આપને જણાવી દઇએ કે, તાલાલા અને સાસણ ગીરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૨.૩ નોંધાઇ છે. મળી રહેલી માહિતી અનુસાર,ગય કાલે પણ આંચકો આવ્યો હતો,અને ૧૨ઃ૧૭ મિનિટે ફરી ધરા ધ્રુજી ઉઠી હતી. વળી આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી ૧૩ કી.મી દૂર નોંધાયુ છે.
ભૂકંપ આવવા પાછળનું કારણ જાણતા તમારે પહેલા આપને જણાવી દઇએ કે, આપણે શરૂઆતથી જ એકદમ સ્થિર ધરતી પર રહેવા ટેવાયેલા હોવાથી, જા ધરતી ધ્રૂજવા લાગે તો આપણું મન પણ ગભરાયેલા કબૂતરની જેમ ફફડી ઊઠે છે. ત્યારે ઘણી વખત સવાલ થાય છે, કે આખરે આ ભૂકંપ કેમ આવે છે? કેટલાંક જાણે છે તો કેટલાંક પાસે આ વિશે અધૂરી માહિતી હોય છે. આવામાં આજે આપણે સમજીશું કે ભૂકંપ કેવી રીતે આવે છે અને તેનું માપન કેવી રીતે થાય છે? જા કે ભૂકંપને સમજતા પહેલા આપણે ભૂમિ વિશે થોડુક સમજી લઈએ. શું તમે જાણો છો કે સાત ખંડમાં વહેચાયેલા આપણી આ પૃથ્વી ૩૩ કરોડ વર્ષ પહેલા એક જ ભૂમિ ભાગ હતી. એટલે કે એક વિશાળ મહાદ્વીપ અને આસપાસ બસ સાગર. આ આખાય મહાદ્વીપનું નામ હતું પેંજીયા. પણ જેમ કે આપણી પૃથ્વીમાં મુખ્ય સાત ટેક્ટોનીક પ્લેટસ છે. આ પ્લેટસ આપણા જમીન ભાગનો સરફેસ ભાગ છે, જેના નીચે અવિરત લાવા વહેતો રહે છે. પરિણામે આ પ્લેટસ એના પર સ્પ્રેડ કરતી રહે છે. એટલે કે ખસે છે. એમ પણ કહેવાય છે કે વર્ષો પહેલા જ્યારે માત્ર એક જ મહાદ્વીપ પેંજીયા હતો, ત્યારે ખુબ ધીમી ગતિએ આ પ્લેટસ વિસ્તરતી રહી અને બધા મહાદ્વીપોનું નિર્માણ થયું.