તાલાલા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના રહેણાંક મકાને પી.જી.વી.સી.એલ. વિભાગ સાથે તાલુકાના ગામોમાં રહેતા અસામાજિક તત્વો નાજીમભાઇ હબીબભાઇ સોઢા, રહે.સાંગોદ્રા, તા.તાલાલા, ઉમેશ ઉર્ફે ચોટીયો અરજણભાઇ બાલસ, રહે.જેપુર, તા.તાલાલા, રાજુ ઉર્ફે ઘેટો બધાભાઇ કોડીયાતર, રહે.બોરવાવના રહેણાંક મકાને તપાસ કરવામાં આવેલ. જેમાં નાજીમભાઇ સોઢા, રહે.સાંગોદ્રા, તથા (૨) ઉમેશ ઉર્ફે ચોટીયો બાલસ, રહે.જેપુરના રહેણાંક મકાનમાં ગેરકાયદે વીજ કનેક્શન મળી આવતા પી.જી.વી.સી.એલ. વિભાગે ફરિયાદ દાખલ કરીને રૂ.૧૧,૦૦૦/- તથા રૂ.૧,૬૦૦/- નો દંડ ફટકારીને કાર્યવાહી કરેલ છે. વીજતંત્રની કાર્યવાહીથી વીજચોરોમાં ફફડાટ ફેલાયો છે.










































