જાફરાબાદના લોઠપુર ગામે રહેતા એક યુવકને તું આ સગાઈ થવા દેતો નથી તેમ કહી કડીયાળી ગામના બે યુવકોએ ગાળો બોલી ધમકી આપી હતી. તેમજ વીડિયો બનાવ્યો હતો. આ અંગે મોઈનભાઈ રસુલભાઈ ઉનડ (ઉ.વ.૨૨)એ સુનીલભાઈ ખસીયા તથા સૂર્યાભાઈ ગોહીલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સુનીલભાઈ ખસીયાએ તેના ફોનમાં ફોન કરીને કહ્યું કે ‘હું કડીયાળી ગામનો સુનિલ ખસીયા બોલું છું. તારે તારા ગામની છોકરી સાથે સંબંધ છે તેની સાથે મારે સગાઇ કરવાની છે અને તું આ સગાઇ થવા દેતો નથી’ તેમ કહી
જેમ ફાવે તેમ ગાળો આપી ધમકાવ્યો હતો. તેમના ઇન્ટાગ્રામ આઇ.ડીમાં વીડિયો બનાવી અભદ્ર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ. આર. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.