મધ્યપ્રદેશના નીમચ જિલ્લામાં એક વિકૃત વ્યમીક્તનો મૃતદેહ મળી આવ્યા બાદ, તેના સંબંધીઓએ પોલીસને ફરિયાદ કરી છે કે એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યમીક્ત પીડિતને તેની ઓળખ પૂછવા માટે વારંવાર થપ્પડ મારી રહ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક ભંવરલાલ જૈન રતલામ જિલ્લાના સરસી ગામના રહેવાસી હતો અને ૧૫ મેના રોજ રાજસ્થાનના ચિત્તોડગઢમાં એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગુમ થઈ ગયો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે તે સવારે નીમચ જિલ્લાના મનસા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામપુરા રોડ પર મૃત હાલતમાં મળી આવ્યો હતો. મધ્ય પ્રદેશ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે વીડિયોમાં પીડિતને થપ્પડ મારનાર વ્યમીક્ત સ્થાનિક બીજેપી નેતા છે અને તેની સામે કાર્યવાહી થવી જાઈએ. વીડિયોમાં આરોપી પીડિતાને વારંવાર થપ્પડ મારતો અને તેનું આધાર કાર્ડ માંગતો અને તેનું નામ મોહમ્મદ છે કે કેમ તે પૂછતો જાઈ શકાય છે. માનસા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ કેએલ ડાંગીએ જણાવ્યું હતું કે, “મૃતકના અંતિમ સંસ્કાર કર્યા પછી, તેના સંબંધીઓને કથિત વીડિયો વિશે જાણ થઈ અને પોલીસને જાણ કરી.” વીડિયો સામે આવ્યા બાદ પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ (હત્યા) અને ૩૦૪ હેઠળ કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. ડાંગીના જણાવ્યા અનુસાર વીડિયોમાં દેખાતા વ્યમીક્તની ઓળખ મનસાના રહેવાસી દિનેશ કુશવાહ તરીકે થઈ છે. તેણે જણાવ્યું કે પીડિતા પર હુમલો કરનાર વ્યમીક્ત અને તેનો વીડિયો બનાવનાર વ્યમીક્ત ફરાર છે.
ડાંગીએ કહ્યું, વીડિયો કદાચ ૧૯ મેના રોજ રેકોર્ડ કરવામાં આવ્યો હતો, પરંતુ વધુ તપાસ ચાલુ છે.’ આ દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિમીગ્વજય સિંહે એક મીટ્‌વટમાં આરોપી દિનેશ કુશવાહાને બીજેપી નેતા ગણાવ્યા છે. તેમણે કહ્યું, ‘મને માહિતી મળી છે કે ભાજપ નેતા દિનેશ કુશવાહ વિરુદ્ધ આઇપીસીની કલમ ૩૦૨ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તો મધ્ય પ્રદેશ કોંગ્રેસના વડા કમલનાથે પણ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની મીસ્થતિ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, ‘આખરે મધ્ય પ્રદેશમાં શું થઈ રહ્યું છે? સિઓનીમાં આદિવાસીઓની લિંચિંગ, ગુના, મહુ, મંડલાની ઘટનાઓ અને હાલના નીમચ જિલ્લાના મનસામાં એક વૃદ્ધ વ્યમીક્તની લિંચિંગ, જેનું નામ ભંવરલાલ જૈન હોવાનું કહેવાય છે. કમલનાથે દાવો કર્યો હતો કે સિઓનીની જેમ નીમચના આરોપીઓ પણ ભાજપ સાથે જાડાયેલા છે.
જ્યારે કોંગ્રેસના આરોપો વિશે પૂછવામાં આવ્યું ત્યારે રાજ્ય ભાજપના સચિવ રજનીશ અગ્રવાલે કહ્યું, “આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે. આરોપી આરોપી છે અને તેને પક્ષના રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. આવા કૃત્યોમાં સંડોવાયેલા લોકોને રાજ્ય સરકાર બક્ષશે નહીં. અમારી પાર્ટી કાયદાના શાસનમાં વિશ્વાસ રાખે છે. અગ્રવાલે આક્ષેપ કર્યો હતો કે અગાઉની કોંગ્રેસ સરકારો ગુનેગારોને ઢાલ બનાવવામાં સામેલ હતી. તો રાજ્યના ગૃહ પ્રધાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે કુશવાહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે.