અમરેલીમાં રહેતી એક મહિલા શેરીમાં એઠું નાંખવા ગઈ ત્યારે તારી બેન મદીનાએ મારા દીકરા સોહિલ સાથે છૂટાછેડા કરેલ છે તેની દાઝ હજુ અમને છે કહીને ગાળો આપીને ઢીકાપાટુનો મુંઢ માર માર્યો હતો. આ અંગે મુમતાજબેન રફિકભાઈ સાજીભાઈ (ઉ.વ ૨૮)એ ઝરીનાબેન ઈસ્માઈલભાઈ, સાહિલ ઈસ્માઈલભાઈ તથા સોહિલ ઈસ્માઈલભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ જમીને એઠું નાખવા માટે શેરીમાં ગયા હતા. તે સમયે ઝરીનાબેન ઈસ્માઈલભાઈ શેરીમાં ઉભા હતા અને કહેવા લાગેલ કે તારી બેન મદીનાએ મારા દીકરા સોહિલ સાથે છૂટાછેડા કરેલ છે તેની દાઝ હજુ અમને છે એમ કહી ગાળો આપી, ઢીકા -પાટુનો માર માર્યો હતો. જે બાદ અન્ય બે આરોપીઓએ શરીરે મુંઢ ઈજા પહોચાડી હતી.