બગસરા બસ સ્ટેશન પાસે યુવકને ‘તારી પાસેથી પૈસા લેવાના છે તે તું કેમ નથી આપતો’ કહી ધમકી આપી હતી. બનાવ સંદર્ભે તુલશીભાઇ દેવાભાઇ ખીમસુરીયા (ઉ.વ.૪૯)એ શૈલેષભાઇ પ્રેમજીભાઇ સારીખડા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ બગસરા બસ સ્ટેશન પાસે ઉભા હતા ત્યારે આરોપી તેમની પાસે આવ્યા હતા. તેમણે કહ્યું કે ‘મારા પૈસાનું શું થયું અને મારે તારી પાસેથી પૈસા લેવાના છે તે તું કેમ નથી આપતો, આજ તો તને પતાવી દેવો છે અને હું મારા માણસો લાવું છું’ તેમ ધમકી આપીને જાનથી મારવાની ધમકી આપી હતી. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.ડી. કળસરીયા તપાસ કરી રહ્યાં છે.