અમરેલીમાં આગામી તા.૧૨ ફેબ્રુઆરીના રોજ જિલ્લાકક્ષાની સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધા યોજાશે. કે.કે.પારેખ અને આર.પી.મહેતા વિદ્યાલય ખાતે ૨૧ કૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીયમંત્રી પરશોત્તમભાઈ રૂપાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારી તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક
પ્રવૃત્તિઓની કચેરી દ્વારા અમરેલીની કે.કે.પારેખ અને આર.પી.મહેતા વિદ્યાલય ખાતે ૧૨ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ઃ૩૦ કલાકે જિલ્લાકક્ષાની સાંસદ સાંસ્કૃત્તિક સ્પર્ધા યોજાશે. તાલુકાકક્ષાએ સાંસદ સાંસ્કૃતિક સ્પર્ધામાં પ્રથમ વિજેતા સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધામાં રાસ, ગરબા, સમૂહગીત, પ્રભાતિયા, સુગમસંગીત, લગ્નગીત, લોકગીત, ભજન, કથ્થક, ધોળ, હાલરડાં, શરણાઈ, રામસાગર, વાંસળી, તબલા, હાર્મોનિયમ, મંજીરા, બેન્જો, ઢોલ, દુહા-છંદ-ચોપાઈ, લોકવાર્તાની સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં જુદી જુદી ૨૧ કૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.