સાવરકુંડલાના નાની વડાળ ગામે એક યુવકને ‘તારા બાપાને કે જે મજૂરીના પૈસા આપી દે’ કહી ઢીકાપાટુ મારવામાં આવ્યા હતા. બનાવ અંગે કાળુભાઈ રામભાઈ પરમાર (ઉ.વ.૩૯)એ ભવાનભાઇ ગોબરભાઇ કાતરીયા, અશોકભાઇ ભવાનભાઇ કાતરીયા, માધુભાઇ કાતરીયા, ભવાનભાઇની વાડીનો ભાગીયો મોહન તથા તેના ભાઈ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ભાગીયા મોહનને મજૂરીના રૂપિયા ન આપતાં વાડી માલિક ભવાનભાઈ કાતરીયાને વાત કરી હતી. આરોપીએ તેમના દીકરાઓને ‘તારા બાપાને કે જે મજૂરીના પૈસા આપી દે’, તેમ કહી બોલાચાલી કરી હતી. ઉપરાંત ઢીકપાટુનો માર મારી, ગાળો બોલી ઝપાઝપી કરી હતી. અમરેલી એસસી એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક પી.આર. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.