અમરેલીના મોટા આંકડીયા ગામે કુટુંબીજનોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. હાલ સુરતના નાના વરાછામાં રહેતા મોટા આંકડીયા ગામના દિનેશભાઈ ભગવાનભાઈ સવસવીયા (ઉ.વ.૫૧)એ વિશાલભાઇ મધુભાઇ સવસવીયા, શારદાબેન મધુભાઇ સવસવીયા તથા કિરણબેન મધુભાઇ સવસવીયા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, બે દિવસ પહેલા વિશાલભાઈ તેમને ફોન ઉપર તારા બાપાની જમીન થઈ ગઈ છે, કાલે વાડીએ રહેજે હું સવારે આવીને તને જોઈ લઈશ તેમ કહી મારવાની ધમકી આપી હતી. જ્યારે અન્ય આરોપીએ અંજીર અને ગલગોટાના છોડને નુકસાન પહોંચાડ્યું હતું. જે બાદ વિશાલભાઈ મધુભાઈ સવસવીયા(ઉ.વ.૨૭)એ દિનેશભાઈ ભગવાનભાઈ સવસવીયા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેની વાડીના શેઢાની અંદરની જમીનમાં વાવેલા કપાસની ઓળ કટરથી કાપી નાખી હતી. તેમજ તેના મમ્મીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.ડી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.