અમરેલી શહેરમાં એક ચકચારભર્યો બનાવ બન્યો હતો. મહિલાને છરી બતાવી ધમકી આપીને શરીરસંબંધ બાંધ્યો હતો. બનાવ સંદર્ભે પરિણીતાએ સંધી સોસાયટી, ઓપન જેલ પાછળ, હુસૈની ચોકમાં રહેતા જુબેર ઈબ્રાહીમ ખોખર સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, સાત આઠ મહિના પહેલા તેમના પતિ બહાર ગયા હતા ત્યારે આરોપીએ તેને છરી બતાવી ધમકી આપી હતી કે, તારા છોકરા અને ઘરવાળાને જીવતા રાખવા હોય તો તું મને બોલાવજે તેમ કહ્યું હતું. તે દિવસે આરોપી રાત્રીના એકથી દોઢ વાગ્યે તેના ઘરે જઇ તેના છોકરા પર હાથ મુકી કહેલ કે, તારા છોકરાને જીવતો રાખવો હોય તો હું કહુ તેમ કરજે તેમ કહીને તેની મરજી વિરૂધ્ધમાં શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ પણ તેના પતિ ઘરે ન હોય ત્યારે આરોપીએ તેની સાથે અવાર-નવાર શરીર સંબંધ બાધ્યો હતો અને કોઇને કહેશે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બે દિવસ પહેલા પણ આરોપી તેના ઘરે આશરે એકથી દોઢ વાગ્યે આવ્યો હતો અને તેના છોકરાના ગળા પર હાથ રાખી કહેલ કે, તારા છોકરાને જીવાડવો હોય તો મને શરીર સંબંધ બાધવા દે તેમ કહિ તેની સાથે તેમની મરજી વિરૂધ્ધમાં શરીર સંબંધ બાંધ્યો હતો.