સાવરકુંડલામાં રહેતા એક મહિલાને તારા છોકરાને સમજાવી દેજે, મારા છોકરા સાથે ઝઘડો કરે નહીં તેમ કહી વાળ પકડીને પછાડી હતી. તેમજ ઢીકાપાટુનો માર પણ માર્યો હતો. બનાવ અંગે સોનલબેન માસાભાઈ માથાસુળીયાએ દેવાભાઈ રૂડાભાઈ, સંજયભાઈ રૂડાભાઈ, મંજુબેન દેવાભાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ પોતાના ઘરે હતા તે દરમિયાન તેમના જેઠ ઘરે આવ્યા હતા અને તારા છોકરીને સમજાવી દેજે મારા છોકરા સાથે ઝઘડો કરે નહીં તેમ કહી પાણો હાથથી પકડી માથામાં માર માર્યો હતો. તેમજ ઢીકાપાટુનો માર મારી વાળ પકડી પછાડી દીધી હતી અને ઘર મુકીને જતા રહેવાની ધમકી આપી હતી. જે બાદ દેવાભાઈ રૂડાભાઈ માથાસુળીયાએ માસાભાઈ રૂડાભાઈ માથાસુળિયા, અનિલભાઈ રાયધનભાઈ, સોનલબેન માસાભાઈ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેઓ તથા તેનો નાનો દિકરો મયુર અને તેનો નાનો ભાઈ માસાભાઈ રૂડાભાઈ માથાસુળીયાના દિકરો ઝઘડ્યા હતા. જેના મનદુખમાં ગાળો બોલી તારા દિકરાએ મારાદિકરા સાથે ખૂબ જ ઝઘડો કર્યો છે. તમે અહીંથી જતા રહો કહી ગાળો બોલી માર મારી જતા રહ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સંજયભાઈ બાબુભાઈ મારૂ વધુ તપાસ કરી રહ્યા છે.