તામિલનાડુમાં ભારે વરસાદને કારણે હવામાન વિભાગે ૨૦ જિલ્લાઓમાં રેડ એલર્ટ જોહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ચેન્નઈ, તિરુવલ્લુર, રાનીપેટ, વેલ્લોર, સલેમ, કલ્લાકુરિચી, તિરુપટ્ટુર અને તિરુવન્નમલઇ સામેલ છે. તેમાંથી એક કે બે વિસ્તારમાં ૨૦.૪ સેમીથી વધુ વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ પાડવાની શક્યતા છે. તામિલનાડુ ઉપરાંત આંધ્રપ્રદેશ અને પુડ્ડુચેરીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાનું એલર્ટ જોહેર કરવામાં આવ્યું છે.
તામિલનાડુમાં ભારે વરસાદને કારણે સ્થિતિ સતત ખરાબ બની રહી છે. રાજયમાં ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં કુલ ૧૨ લોકોના મોત થયા છે. રાહત અને બચાવ કાર્યો માટે એનડીઆરએફની ૧૧ ટીમો અને જીડ્ઢઇહ્લની ૭ ટીમોને તહેનાત કરવામાં આવી છે. હવામાન વિભાગનં કહેવું છે કે તામિલનાડુના લોકોને હાલમાં હજી વરસાદથી રાહત મળશે નહીં.
બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાયા બાદ ગઈ રાત્રે તામિલનાડુમાં ભારે વરસાદ પડ્યો હતો. ચેન્નઈના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાને કારણે દક્ષિણ ચેન્નઈમાં વીજ પુરવઠો
ખોરવાઈ ગયો હતો. કોડમબક્કમ અને અશોકનગર વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં ઝાડ પડી જવાને કારણે પણ રસ્તા પર ટ્રાફિકજોમ થઈ ગયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તામિલનાડુમાં આગામી બે દિવસ સુધી વરસાદ પડવાની શક્યતાઓ છે. આ કારણે બુધવારે જ ચેન્નઈ એરપોર્ટ પરથી ઉડાન ભરનારી તમામ ફ્લાઇટ્‌સ રદ્દ કરી દેવામાં આવી છે.
તામિલનાડુના ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીએ ૧૧ નવેમ્બરે વરસાદ પડવાને કારણે થૂથુકૂડી, વિલ્લિપુરમ, તિરુનેલવેલી, નાગાપટ્ટીનમ, કુડ્ડાલોર અને ચેંગલપેટ્ટુ જીલ્લામાં પૂરની ચેતવણી આપવામાં આવી છે.હવામાન વિભાગના એલર્ટ બાદ રાજ્ય સરકારે ૧૧ નવેમ્બરે ચેન્નઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર, ચેંગલપેટ, કુડ્ડાલોર, નાગાપટ્ટીનમ, તંજોવુર, તિરુવરુર અને મયીલાદુથુરાઈ જીલ્લામાં શાળા-કોલેજોમાં રજો જોહેર કરી દેવામાં આવી છે.