વિશ્વભરમાં જ્યાં એક તરફ બધા લોકો મધર્સ ડેની ઉજવણી કરી રહ્યા હતા. તો ત્યાં જ બીજી બાજુ સુરતમાં મધર્સ ડેના દિવસે જ માતા અને બાળકીની લાશ મળી હતી. દયાળજી બાગ નજીક તાપીમાંથી દુપટ્ટો બાંધેલી હાલતમાં મા-દીકરીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની જોણ ત્યારે થઈ જ્યારે એક રાહદારીએ આ મૃતદેહો જોયા ત્યાર બાદ તેમણે ફાયરબ્રિગ્રેડને જોણ કરી હતી અને લાશો બહાર કાઢવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, રવિવારે સવારે ૧૦ વાગ્યે અડાજણ દયાનજી પાર્ક નજીક તાપી નદીમાંથી ૩૦ થી ૩૫ વર્ષની મહિલા અને ૩ થી ૫ વર્ષની બાળકીના મૃતદેહ મળી આવ્યા હતા. ઘટનાની જોણ થતા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહોને બહાર કાઢી રાંદેર પોલીસને સોંપ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, બંનેના મૃતદેહ સડી ગયા છે, તેથી તેમની ઓળખ થવાની બાકી છે. મહિલાએ બ્લેક લેગિંગ્સ અને લીલો શર્ટ પહેર્યો છે. જ્યારે યુવતીના શરીર પર ગુલાબી કલરનો શર્ટ અને કેસરી કલરનું પેન્ટ છે. હાલ પોલીસ કપડાના આધારે મૃતદેહોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે. મૃતક મહિલાનું સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર દ્વારા અને બાળકીનુ ફોરેન્સીક વિભાગ દ્વારા પોસ્મમોર્ટમ કરવામાં આવ્યું હતું. બન્નેના શરીર પર કોઈ ઈજોના નીશાન મળી આવ્યા ન હતા. તેમજ બન્નેના મોત ડૂબી જવાના કારણે થયા હોવાની પ્રાથમીક શક્યતા વ્યકત કરવામાં આવી છે. બન્નેના સેમ્પલ લઈ ફોરેન્સીક વિભાગમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
આશરે ચાર દિવસ પહેલા બન્નેના પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજ્યા હોવાની શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે. બન્નેના મૃતદેહ ડીકમ્પોઝ થયા હોવાથી ઓળખ થઈ શકે તેવી સ્થિતીમાં પણ ન હતા. પોલીસે બન્નેના મૃતદેહ પોસ્ટમોટમ માટે મોકલ્યા હતા.