ઉનાળાની ગરમીમાં સરીસૃપ રાત્રે મોટી સંખ્યામાં બહાર નીકળતા હોય છે, જેના કારણે ક્યારેક સર્પદંશની ઘટના બનતી હોય છે. તાતણીયા ગામે સર્પદંશથી મહિલાના મોતની ઘટના બની હતી.
વિક્રમભાઈ દાનાભાઈ ભેડા (ઉ.વ.૨૬)એ જાહેર કર્યા મુજબ, નકુબેન દાનાભાઈ ભેડા (ઉ.વ.૪૫) ઘરની બાજુના ખેતરમાં નીરણ લેવા ગયા હતા, તે દરમિયાન ખેતરમાંથી જમણા પગે સાપ કરડતા દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી
મૃત જાહેર કર્યા હતા. મહિલાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. ખાંભા પોલીસ સ્ટેશનના એએસઆઈ ભરતભાઈ એમ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.