અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક વડિયામાં નવનિયુક્ત પીએસઆઈ ગાંગણા દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આગામી સમયમાં આવનારા હિન્દુ ધર્મના ભીમ અગિયારસ અને મુસ્લિમ ધર્મના ઈદના તહેવારો તેમજ સ્થાનિક સ્વરાજ્યની ગ્રામપંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સ્થાનિક હિન્દુ અને મુસ્લિમ ધર્મના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.પીએસઆઈ ગાંગણાએ તહેવારો અને સ્થાનિક ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને બંને ધર્મના તહેવારો ભાઈચારાની લાગણી સાથે શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે બાબતે વિગતવાર સૂચનાઓ આપી હતી.આ ઉપરાંત, પીએસઆઈ ગાંગણા દ્વારા સ્થાનિક ટ્રાફિક સમસ્યાઓ, રોમિયોગીરી અને ગેરકાનૂની ધંધાઓ બાબતે નાગરિકોને સૂચનો કરવા અને જાણકારી આપવા અપીલ કરવામાં આવી હતી.આ બેઠકમાં પીએસઆઈ ગાંગણા, અશ્વિનભાઈ મહેતા, ભીખુભાઈ વોરા, ચેતનભાઈ દાફડા, અકીલભાઈ પઠાણ, મુન્નાભાઈ બાદશાહ, રાજુભાઈ પરીયટ સહિતના અગ્રણીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.






































